Posts

Khergam| Pratibhashali Aword 2024 : ખેરગામ તાલુકાના પાંચ ક્લસ્ટરનાં શિક્ષકોને પ્રતિભાશાળી શિક્ષક એવોર્ડથી સન્માનિત કરાયા.

Image
Khergam| Pratibhashali  Aword 2024 : ખેરગામ તાલુકાના પાંચ ક્લસ્ટરનાં શિક્ષકોને પ્રતિભાશાળી શિક્ષક એવોર્ડથી સન્માનિત કરાયા. તારીખ 15મી ઓગસ્ટ 2024નાં દિને  ખેરગામ તાલુકાના  શામળા ફળિયા ક્લસ્ટરનાં સદર શાળાના જ શિક્ષક શ્રી સુરેશભાઈ પટેલ,ખેરગામ ક્લસ્ટરની ખાખરી ફળિયા પ્રાથમિક શાળાનાં શિક્ષક શ્રી વિમલભાઈ પટેલ, બહેજ ક્લસ્ટરનાં બંધાડ ફળિયા પ્રાથમિક શાળા આછવણીનાં શિક્ષક શ્રી જયેશભાઈ પટેલ, પાણીખડક ક્લસ્ટરનાં આછવણી મુખ્ય શાળાનાં શિક્ષિકા શ્રીમતી ઇન્દુબેન થોરાત અને પાટી ક્લસ્ટરનાં તોરણવેરા પ્રાથમિક શાળાનાં શિક્ષક શ્રી રાહુલભાઈ રાજકુંવરને પ્રતિભાશાળી શિક્ષકનાં પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. તાલુકાનાં પાંચ ક્લસ્ટરનાં પ્રતિભાશાળી શિક્ષક એવોર્ડ વિજેતા શિક્ષકોને ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનીષભાઈ પરમાર સાહેબ, ખેરગામ કેળવણી નિરીક્ષક શ્રી પ્રશાંતભાઈ પટેલ, ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ અને ખેરગામ બી આર સી. વિજયભાઈ પટેલ હાર્દિક શુભેચ્છાઓ પાઠવે છે. શામળા ફળિયા ક્લસ્ટર ખેરગામના શામળા ફળિયા પ્રાથમિક શાળાનાં શિક્ષક શ્રી સુરેશભાઈ પટેલ (SB KHERGAM) ખેરગામ ક્લસ્ટરની ખાખરી ફળિયા પ્રાથમિક  શાળ

Surat: તિરંગાયાત્રામાં સુરતવાસીઓએ ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના દર્શન કરાવ્યા

Image
 Surat: તિરંગાયાત્રામાં સુરતવાસીઓએ ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના દર્શન કરાવ્યા વાય જંકશનથી શરૂ થયેલી તિરંગાયાત્રામાં સ્કેટિંગના રમતવીરો, સાયકલિસ્ટો, પોલીસ બેન્ડ, શૈક્ષણિક સંસ્થાઓના બેન્ડ તથા બ્લોક વાઈઝ એસોસિયેશનોના પ્રતિનિધિઓ, કોલેજ-શાળાઓના વિદ્યાર્થીઓ, સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ, યોગબોર્ડના કર્મીઓ, પ્રજાપિતા બ્રહ્માકુમારી, ગાયત્રી પરિવાર, યોગ બોર્ડ જેવી સંસ્થાઓના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં હાથમાં રાષ્ટ્ર ધ્વજ સાથે તિરંગાયાત્રામાં જોડાયા હતા. આ ઉપરાંત, ભારત ભારતી સંસ્થા હેઠળ સમગ્ર ભારતના ૧૫ રાજ્યો જેવા કે, તામિલનાડુ, ઓડિશા, પ.બંગાળ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોના સુરત વસતા નાગરિકોએ પોતાની ભાતીગળ પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈને તિરંગાયાત્રામાં જોડાઈને ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની ઉક્તિને સાર્થક કરી હતી.              તિરંગા યાત્રાના રૂટ પરના વિવિધ સ્ટેજ પર ભાતીગળ સાંસ્કૃતિક કાર્યક્રમો સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. વિવિધ ગરબા રાસ, સાઈનાથ ગ્રુપના લેઝિમ ડાન્સ, વિવિધ રાજ્યોની નૃત્ય ઝાંખી, આદિવાસી ડાંગી નૃત્ય અને અન્ય સાંસ્કૃતિક નૃત્યોએ રંગત જમાવી હતી. તિરંગાયાત્રામાં સુરતવાસી

Surat: સુરત ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને ભવ્ય ‘તિરંગા પદયાત્રા’ યોજાઈ

Image
Surat: સુરત ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને ભવ્ય ‘તિરંગા પદયાત્રા’ યોજાઈ ‘હર ઘર તિરંગા’ અભિયાન: ‘તિરંગા યાત્રા: ૨૦૨૪’-સુરત સુરત શહેર આન, બાન, શાન સાથે દેશભક્તિના રંગમાં રંગાયું -------- કેન્દ્ર-રાજ્ય સરકારના મંત્રીઓ તિરંગાના સન્માન સાથે ‘તિરંગા પદયાત્રામાં શહેરીજનો સાથે પગપાળા ચાલીને સહભાગી થયા ----- પીપલોદના વાય જંક્શનથી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધી બે કિલોમીટરની તિરંગા યાત્રામાં સુરતવાસીઓએ રાષ્ટ્રભાવના ઉજાગર કરી ---------  મિની ભારત સુરતમાં વસેલા વિવિધ રાજ્યના સાંસ્કૃત્તિક ગ્રુપો અને તેમની નૃત્ય પ્રસ્તુતિઓ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની ------ હજારો સુરતીઓ તિરંગા યાત્રામાં સહભાગી થયા -------- સુરત ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને ભવ્ય ‘તિરંગા પદયાત્રા’ યોજાઈ હતી. હજારો સુરતવાસીઓની ઉપસ્થિતિથી સમગ્ર માહોલ તિરંગામય બન્યો હતો અને દેશભક્તિના રંગમાં સમગ્ર સુરત રંગાયું હતું.               યાત્રાના રૂટ પર વિવિધ રાજ્યના સાંસ્કૃત્તિક ગ્રુપો, શાળાના વિદ્યાર્થીઓ, યુવાનોએ પારંપરિક સાંસ્કૃતિક પહેરવેશમાં દેશભક્તિની રંગારંગ કૃતિઓ રજૂ કરી ‘તિરંગા

Dang|Saputara|Ahwa:ગિરિમથક સાપુતારામાં કલેક્ટર શ્રી બી. બી. ચૌધરીનાં આગેવાની હેઠળ યોજાઈ “તિરંગા યાત્રા”

Image
                  ‘હર ઘર તિરંગા અભિયાન’ : જિલ્લો ડાંગ  Dang|Saputara|Ahwa:ગિરિમથક સાપુતારામાં કલેક્ટર શ્રી બી. બી. ચૌધરીનાં આગેવાની હેઠળ યોજાઈ “તિરંગા યાત્રા”  ગિરિમથક સાપુતારા તિરંગામય બન્યુ  યાત્રાએ મુખ્ય માર્ગો ઉપર ફરી સ્થાનિકો/પ્રવાસીઓમાં લોકચેતના જગાવી ‘હર ઘર તિરંગા અભિયાન’ : જિલ્લો ડાંગ ગિરિમથક સાપુતારામાં કલેક્ટર શ્રી બી. બી. ચૌધરીનાં આગેવાની હેઠળ યોજાઈ “તિરંગા... Posted by  Info Dang GoG  on  Sunday, August 11, 2024

સંયુક્ત રાષ્ટ્ર સંઘ ઘોષિત વિશ્વ આદિવાસી દિન 9 ઓગસ્ટ શા માટે ઉજવવામાં આવે છે?: ડૉ.પ્રદીપ ગરાસિયા

Image
 સંયુક્ત રાષ્ટ્ર સંઘ ઘોષિત વિશ્વ આદિવાસી દિન 9 ઓગસ્ટ શા માટે ઉજવવામાં આવે છે?: ડૉ.પ્રદીપ ગરાસિયા

Surat|Kamrej : રૂ.૩.૭૦ કરોડના ખર્ચે નિર્મિત કામરેજ પ્રાથમિક શાળાના નવા ભવનનું લોકાર્પણ કરતા શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા

Image
Surat|Kamrej : રૂ.૩.૭૦ કરોડના ખર્ચે નિર્મિત કામરેજ પ્રાથમિક શાળાના નવા ભવનનું લોકાર્પણ કરતા શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત નવનિર્મિત અદ્યતન સ્કુલ બિલ્ડીંગથી કામરેજ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના બાળકોને ઉત્તમ શિક્ષણ સુવિધા પ્રાપ્ત થશે --------  મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સના માધ્યમથી બાળકો આધુનિક-ડિજીટલ શિક્ષણ મેળવી રહ્યા છે  રાજ્ય સરકાર દ્વારા કામરેજ તાલુકામાં ૧૮,૦૦૦ વારમાં સાયન્સ કોલેજ નિર્માણ પામશે                :* શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા* -------- સુરતઃશનિવાર: સુરત જિલ્લાના કામરેજ ખાતે મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત રૂ.૩.૭૦ કરોડના ખર્ચે અદ્યતન સુવિધાઓથી સજ્જ નવનિર્મિત ૧૬ વર્ગખંડયુક્ત કામરેજ પ્રા.શાળાના નવા ભવનનું શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેનાથી કામરેજ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના બાળકોને ઉત્તમ શિક્ષણ સુવિધા પ્રાપ્ત થશે.                   આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં શિક્ષણ ક્ષેત્રે ગુજરાતમાં શરૂ થયેલ શાળા પ્રવેશોત્સવ, કન્યા

Khergam vishwa adivasi divas: ખેરગામમાં વિશ્વ આદિવાસી દિનની ઉજવણીમાં હજારોની જનમેદની ઊમટી

Image
 Khergam vishwa adivasi divas: ખેરગામમાં વિશ્વ આદિવાસી દિનની ઉજવણીમાં હજારોની જનમેદની ઊમટી વિશાળ રેલીનું મુસ્લિમ સમાજ, વોરા સમાજ અને હિન્દુ સંગઠનના કાર્યકરોએ ભવ્ય સ્વાગત કર્યું.  ખેરગામના બિરસા મુંડા સર્કલ પાસે સવારે વિશ્વ આદિવાસી દિનની ઉજવણી અંતર્ગત ભાજપ કોંગ્રેસ આપના આદિવાસી અગ્રણીઓએ પ્રકૃતિની પૂજા કર્યા બાદ આદિવાસીના વેશભૂષા આદિવાસી વાજિંત્ર તૂર બેન્ડ સાથે હજારોની જનમેદની સાથે રેલી નીકળી હતી. ખેરગામ મુસ્લિમ સમાજ વોહરા સમાજ તેમજ હિન્દુ સંગઠનના કાર્યકરોએ આદિવાસી અગ્રણીઓનું ભવ્ય સ્વાગત કર્યું હતું. આદિવાસી સમાજને બચાવવાના પ્રયાસરૂપે વર્ષ-૧૯૯૨માં ૯ ઓગસ્ટે આંતરરાષ્ટ્રીય આદિવાસી દિનની જાહેરાત કરી હતી. જે વિશ્વમાં જાગૃતિ ફેલાવવાનું કામ કરે છે. જે અંતર્ગત ખેરગામ તાલુકા આદિવાસી સમિતિના નેજા હેઠળ ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, સામાજિક સંસ્થાના આદિવાસી અગ્રણીઓ પક્ષાપક્ષી, ધર્મજાત, આંતરિક લડાઈ સાઈડ પર મૂકી આદિવાસી સમાજની એકતા મજબૂત કરવા ૯મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગ રૂપે ખેરગામ બિરસા મુંડા સર્કલ પાસે સવારે અગ્રણીઓ દ્વારા પ્રકૃતિની પૂજા કર્યા બાદ આદિવાસીની વેશભૂષા, આદિવાસી વાજિંત્ર