Dang news : સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ આહવા ખાતે "વારલી પેઇન્ટિંગ" અંગે એક દિવસીય સેમિનાર યોજાયો :

      

Dang news : સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ આહવા ખાતે "વારલી પેઇન્ટિંગ" અંગે એક દિવસીય સેમિનાર યોજાયો :

(ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૧૨: સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ-આહવાના પ્રિન્સિપાલ ડો. ઉત્તમભાઈ ગાંગુર્ડેના માર્ગદર્શન હેઠળ સપ્તધારા અંતર્ગત રંગકલા કૌશલ્ય ધારા દ્વારા કાલેજમાં "વારલી પેઇન્ટિંગ" અંગે એક દિવસીય સેમિનાર યોજવામાં આવ્યો હતો. 

જેમાં નિષ્ણાંત કરીકે શ્રી યોગેશભાઇ ચૌધરી તેમજ શ્રી અનિલભાઇ ચૌધરી ઉપસ્શિત રહ્યા હતાં. તેઓ દ્વારા દ્વારા વારલી આર્ટનો ઉદ્ભવ ક્યાં રાજયમાંથી થયો હતો તેની સંપૂર્ણ માહિતી આપી હતી. તેમજ વિદ્યાર્થીઓને વારલી કળા એક હુન્નર તરીકે ભવિષ્યમાં અર્થોઉપાર્જનમાં કઈ રીતે ઉપયોગી થાય તેની પણ માહિતી આપવામાં આવી હતી. 

હાલમાં વૈશ્વિક ફલક પર આદિવાસી વારલી આર્ટ જે રીતે વિકસી રહ્યું છે, તેમાં વિદ્યાર્થીઓને જોડાઇ આદિવાસી વારલી કળાનું સંવર્ધન કરવાની પહેલ કરવામાં આવી હતી. 

સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, આહવાના આચાર્યશ્રી ડો. ઉત્તમભાઈ ગાંગુર્ડે દ્વારા વારલી કલા વિશે વિદ્યાર્થીઓને આદિવાસી વિસ્તારો અને અજંતા ઈલોરાના ભીંત ચિત્રો જેવા ઉત્તમ ઉદાહરણો દ્વારા વારલી પેઇન્ટિંગ વિશે માહિતી આપી હતી.

આ એક દિવસીય વર્કશોપમાં કોલેજના ૬૦ વિદ્યાર્થીઓએ ભાગ લઈ ઉત્તમ પેઇન્ટિંગનું નિર્માણ કર્યું હતું. 

સમગ્ર કાર્યક્રમનું આયોજન પ્રાધ્યાપકશ્રી ડો. હરેશભાઇ વરુના સહયોગથી કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન રંગકલા કૌશલ્ય ધારાના અધ્યક્ષશ્રી ડો. ભગીના પટેલ તેમજ આભારવિધિ પ્રાધ્યાપક શ્રી આશુતોષભાઈ કરેવાર દ્વારા કરવામાં આવ્યું હતું. 

Courtesy: Info Dang gog

Comments

Popular posts from this blog

Valsad :વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો. વાઘેલા અને વાપી જીઆઈડીસી પીઆઈશ્રી પટેલનું ડિસ્ક વડે સન્માન કરાયું

Dang: ડાંગ જિલ્લાના અધિક કલેક્ટર શ્રી બી.બી.ચૌધરીની ભારતીય સનદી સેવામાં પસંદગી :

Khergam (achhavani) : આછવણીના પ્રગટેશ્વર ધામ દ્વારા ભરમોર-હિમાચલ પ્રદેશ ખાતે યમયજ્ઞ યોજાયો