Posts

Khergam news: ખેરગામ તાલુકાની નાંધઈ પ્રાથમિક શાળામાં સી.આર.સી. કક્ષાની કલા ઉત્સવ સ્પર્ધા યોજાઈ.

Image
  Khergam news: ખેરગામ તાલુકાની નાંધઈ પ્રાથમિક શાળામાં સી.આર.સી. કક્ષાની કલા ઉત્સવ સ્પર્ધા યોજાઈ. તારીખ :10-09-2 024નાં  દિને નાંધઈ પ્રાથમિક શાળામાં સી. આર. સી. કક્ષાની કલા ઉત્સવ સ્પર્ધા યોજાઈ હતી.  જેમાં શામળા ફળિયા સી. આર.સીમા સમાવિષ્ટ ધોરણ -6 થી 8 ની શામળા ફળિયા પ્રાથમિક શાળા ખેરગામ, વાવ પ્રાથમિક શાળા, નારણપોર પ્રાથમિક શાળા, નાંધઈ પ્રાથમિક શાળા અને નવી ભૈરવી પ્રાથમિક શાળાઓએ ભાગ લીધો હતો.  આ કલા ઉત્સવ સ્પર્ધામાં બાળ કવિ, ચિત્રકામ, સંગીત વાદન, સંગીત ગાયન સ્પર્ધાઓનો સમાવેશ થયો હતો. જેમાં તમામ સ્પર્ધામાં નાંધઈ પ્રાથમિક શાળાના બાળકોએ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો.  વિજેતા તમામ બાળકોને શામળા ફળિયા સી. આર.સી કૉ.ઓર્ડીનેટર શ્રીમતી ટીનાબેન પટેલે અભિનંદન પાઠવ્યા હતાં.

Dang news : રાજ્ય કક્ષાના ‘શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક’ થી સન્માનિત શિક્ષિકા શ્રીમતી બીજુબાલા પટેલનુ તેમની શાળામા ભવ્ય સ્વાગત કરાયુ :

Image
 Dang news : રાજ્ય કક્ષાના ‘શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક’ થી સન્માનિત શિક્ષિકા શ્રીમતી બીજુબાલા પટેલનુ તેમની શાળામા ભવ્ય સ્વાગત કરાયુ : (ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૧૦: તાજેતરમા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને ગાંધીનગર ખાતે રાજ્ય કક્ષાનો ‘શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક’ સન્માન સંમારોહ યોજાયો હતો. જેમા ડાંગ જિલ્લાના શિક્ષિકા શ્રીમતી બીજુબાલા પટેલને પણ શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત કરવામા આવ્યા હતા.  ડાંગ જેવા અંતરિયાળ વિસ્તારના બાળકોમા શિક્ષાનું સિચંન કરવાના ઉદેશ્યથી સરકારી માધ્યમિક શાળાના શિક્ષિકા તરીકે ફરજ બજાવનાર શ્રીમતી બીજુબાલા પટેલે, પોતાની ૧૫ વર્ષ ઉપરાંતની કારકિર્દીમા, ગુણોત્સવ જેવા કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓની ભાગીદારી વધારતા અનેક કાર્યક્રમોમાં બાળકોની અભિરુચિ વધારવાના સંનિષ્ઠ પ્રયાસો કર્યા છે.  સાથે સાથે તેઓ ગણિત-વિજ્ઞાન મંડળના કન્વીનર હોવાને નાતે, વિજ્ઞાન પ્રયોગ શાળામા હાથ ધરાતા પ્રાયોગિક કાર્યો, સાંસ્કૃતિક કાર્યક્રમો, ઇકો કલબ અને પર્યાવરણીય કાર્યક્રમો, કોમ્પ્યુટર લેબ, વિજ્ઞાન મેળા સહિત સ્વચ્છ્તા, અને શૈક્ષણિક પ્રવાસ જેવા વૈવિધ્યસભર કાર્યક્રમોમા, ખૂબ ઉત્સાહ સાથે ભા

Dang latest news|ડાંગ સ્વરાજ આશ્રમનો ૭૭મો સ્થાપના દિન ઉજવાયો

Image
 Dang latest news|ડાંગ સ્વરાજ આશ્રમનો ૭૭મો સ્થાપના દિન ઉજવાયો (ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૮: અંગ્રેજોની ગુલામીમાંથી દેશને આઝાદી મળ્યા બાદ તરત જ, તત્કાલિન બૃહદ મુંબઇ રાજ્યના એક સમયના 'અંધારિયા મુલક' તરીકે ઓળખાતા,  આહવાના ઐતિહાસિક 'ડાંગ સ્વરાજ આશ્રમ' નો ૭૭ મો સ્થાપના દિન ઉજવાઈ ગયો. દેશના તત્કાલિન ગૃહ પ્રધાન અને 'એક ભારત-શ્રેષ્ઠ ભારત'ના સ્વપ્નદ્રષ્ટા સ્વ. સરદાર સાહેબ, અને 'વેડછી ના વડલા' તરીકેની ખ્યાતિ ધરાવતા સ્વ.જુગતરામ કાકાના માર્ગદર્શન અને પ્રેરણા સાથે, ડાંગ જિલ્લાના પ્રજાજનોમાં સેવા અને શિક્ષણની જ્યોત જગાવતા 'બંધુ ત્રિપૂટી' એવા નાયક બંધુ સ્વ. ધીરુભાઈ, છોટુભાઈ, અને ઘેલુભાઇ નાયકે આદરેલા 'સેવા યજ્ઞ' ના માધ્યમ એવા 'ડાંગ સ્વરાજ આશ્રમ' નો ૭૭મો સ્થાપના દિવસ તા.૭મી સપ્ટેમ્બરે ઉજવાઈ ગયો. આ વેળા આશ્રમના વર્તમાન સંચાલકોએ વડીલોએ ચીંધેલા સેવા અને શિક્ષણના પથ પર આગળ વધવાની પ્રતિબદ્ધતા સાથે, સૌને ભાવભરી શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.  બંધુ ત્રિપુટી ઉપરાંત આશ્રમને અકિંચનોની સેવાનુ માધ્યમ બનાવતા 'દાંડી ના દિવડા' એવા કર્મશીલ સ્વ.ગાંડા કાકા

નવસારી મહુડીનાં શિક્ષક મિનેષ પટેલ શિક્ષણ સાથે સંકલ્પ ગૃપના માધ્યમ વડે ગરીબ વિદ્યાર્થીઓને મદદરૂપ બની રહયા છે.

Image
નવસારી મહુડીનાં  શિક્ષક મિનેષ પટેલ શિક્ષણ સાથે સંકલ્પ ગૃપના માધ્યમ વડે ગરીબ વિદ્યાર્થીઓને મદદરૂપ બની રહયા છે.                              ભરૂચ જિલ્લાના ઝઘડિયા પ્રાથમિક તાલુકાની શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા મિનેષભાઈ પટેલ શિક્ષણ સાથે સેવા સાધનાને સાર્થક કરી રહયા છે. સંકલ્પ વોટસઅપ ગૃપના માધ્યમ વડે વલસાડ થી છોટાઉદેપુર સુધી ઉચ્ચ અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓને આર્થિક સહાય તેમજ માર્ગદર્શન આપી રહયા છે. નવસારી જિલ્લાના મહુડીના વતની એવા મિનેષભાઈ પટેલ સંકલ્પ ગ્રુપના સ્થાપક સદસ્ય પૈકીના એક છે. તેમણે જણાવ્યું હતું કે, હોસ્ટેલ કે આશ્રમશાળામાં રહેતા બાળકો, ગરીબ અને મધ્યમવર્ગીય બાળકોનું ફી કે શૈક્ષણિક સામગ્રી વિના ભણતર ન અટકે, અધવચ્ચે અભ્યાસ ન છોડે એ માટે તેમને નોટબુકસ, ઓઢવાના ધાબળા, ચાદર, સ્ટડી કીટ, જે બાળકોને પાસે નવનીત કે ગાઈડ ન હોય તો બે બાળકો વચ્ચે એક સેટ, યુનિફોર્મ, કપડાં જેવી જરૂરી ચીજવસ્તુઓ ગ્રુપના ૧૦ હજારથી વધુ સભ્યો પૂરી પાડી છે.               સામાન્ય રીતે વોટ્સએપ ગ્રુપનો ઉપયોગ ગોસિપ માટે, મનોરંજક પોસ્ટ શેર કરવા, એકેડેમિક કે વ્યાવસાયિક હેતુ માટે કરવામાં આવતો હોય છે, પરંતુ નોબેલ કોઝ એટલ

ચીખલી બીઆરસી ભવન ખાતે ચીખલી અને ખેરગામ તાલુકાના દિવ્યાંગ બાળકોને સાધન સહાય વિતરણ કરાયું.

Image
ચીખલી બીઆરસી ભવન ખાતે ચીખલી અને ખેરગામ તાલુકાના દિવ્યાંગ બાળકોને સાધન સહાય વિતરણ કરાયું. આજ રોજ તા. 31-08-2024 ના રોજ બી.આર.સી. ભવન ચીખલી ખાતે ચીખલી અને ખેરગામ તાલુકાનો એલીમ્કો ઉજ્જૈનના સહયોગથી અને સમગ્ર શિક્ષા નવસારી દ્વ્રારા દિવ્યાંગ બાળકોનું અસેસમેન્ટ અને દિવ્યાંગ બાળકોને સાધન સહાય વિતરણ કરવામાં આવ્યું. કેમ્પ માં એલીમ્કો ઉજ્જૈન ના અધિકારીશ્રીઓ તેમજ આઈ.ઈ.ડી. કો. ઓર્ડિનેટર નવસારી, બી.આર.સી. કો. ઓર્ડિનેટર ચીખલી, બી.આર.સી. કો. ઓર્ડિનેટર ખેરગામ, સ્પે. એજ્યુકેટર, સ્પે. ટીચર કેમ્પ માં લાભ લેનાર દિવ્યાંગ બાળકો તેમજ તેમના વાલીઓએ ભાગ લીધો હતો. સદર કેમ્પમાં 14 બાળકોને સાધન સહાય આપવામાં આવ્યું. જેમાં ધોરણ ૧ થી ૧૨ નાં બાળકોને લાભ આપવા માં આવ્યો.

Khergam news : ખેરગામ કુમાર ખાતે શાળા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું.

Image
Khergam news : ખેરગામ કુમાર ખાતે શાળા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું. તારીખ 03-09-2024નાં દિને ખેરગામ કુમાર ખાતે શાળા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું હતું. જેમાં ધોરણ 5 થી 8નાં 80 બાળકોએ 24 કૃતિઓ રજૂ કરી હતી.જેમાં બાળકોએ કાર્યશીલ કૃતિઓ રજૂ કરી બાળકોમાં કુતૂહલ જમાવ્યું હતું. આ કાર્યક્રમ દ્વારા બાળકોમાં વૈજ્ઞાનિક વિચારસરણી અને વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તેમજ આવનાર સમયમાં બાળ પ્રદર્શન યોજાનાર હોય બાળકો તેના પર ધ્યાન કેન્દ્રિત કરી અવનવી આઈડિયા વિચારતો થાય અને તેને કૃતિમાં પરિવર્તિત કરે એ હેતુ સિદ્ધ થાય છે. આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનીષભાઈ પરમાર સાહેબ, ખેરગામ BRC વિજયભાઈ પટેલ, ખેરગામ તાલુકા શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિવ્યેશકુમાર ચૌહાણ, મહામંત્રી કિરીટભાઈ પટેલ તેમજ શાળાનાં આચાર્ય/તાલુકા કેળવણી નિરીક્ષક શ્રી પ્રશાંતભાઈ સહ શાળા પરિવાર ઉપસ્થિત રહી બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કર્યા હતા.તમામ બાળકોને પ્રમાણપત્ર અને સ્મૃતિ ભેટ આપવામાં આવ્યા હતા.

સમગ્ર શિક્ષા અભિયાન નવસારી અંતર્ગત નવસારી, જલાલપોર અને ગણદેવી તાલુકાના સાધન સહાય કેમ્પ બીઆરસી ભવન ગણદેવી ખાતે યોજાયો

Image
  સમગ્ર શિક્ષા અભિયાન નવસારી અંતર્ગત નવસારી, જલાલપોર અને ગણદેવી તાલુકાના સાધન સહાય કેમ્પ બીઆરસી ભવન ગણદેવી ખાતે યોજાયો સમગ્ર શિક્ષા અભિયાન નવસારી અંતર્ગત નવસારી, જલાલપોર અને ગણદેવી તાલુકાના સાધન સહાય કેમ્પ બીઆરસી ભવન ગણદેવી ખાતે વિવિધ કેટેગરીના 33 દિવ્યાંગ બાળકોને વ્હીલ ચેર-9, સી.પી. ચેર-5, હિયરિંગ એઈડ-8, સ્માર્ટ કેન-4, બ્રેઈલ કીટ -7 જેવા જુદા જુદા સાધનો વિના મૂલ્ય આપવામાં આવ્યા.  સમગ્ર શિક્ષા અભિયાન નવસારી અંતર્ગત નવસારી, જલાલપોર અને ગણદેવી તાલુકાના સાધન સહાય કેમ્પ બીઆરસી ભવન ગણદેવી ખાતે વિવિધ... Posted by  Ddo Navsari  on  Monday, September 2, 2024